મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના જેતપરડા-મોટા ભોજપરા ગામના ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટના વીજપોલનો વિરોધ


SHARE

















વાંકાનેર તાલુકાના જેતપરડા-મોટા ભોજપરા ગામના ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટના વીજપોલનો વિરોધ

વાંકાનેર તાલુકાના જેતપરડા અને મોટા ભોજપરા ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે તેઓની જમીન સીમમાં પાટળાનો માર્ગ અને મિનડોળીયુના નામથી ઓળખાતા રસ્તા ઉપર આવેલી છે. અને સોલાર કંપની ઓપેરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોન્ટ્રાક્ટર કનૈયા એન્ટરપ્રાઈઝ તથા ક્લીન મેક્સ પાવરિંગ શેઢા ઉપર, સરકારી રાજાશાહીના ખેત જમીન આવન જાવનના જાહેર રસ્તા ઉપર, ગાડા માર્ગ ઉપર, ખેડુતના આવન જાવનના કાયદેસરના હક્કના રસ્તા ઉપર સોલાર પ્રોજેકટનો પાવર પસાર કરવા માટેના વીજ પોલ ઉભા કરી રહ્યા છે. આ માટે સરકાર પાસેથી કે લગત કચેરી કે વિભાગોની તેઓની પાસે લેખિત પરવાનગી નથી. અને ખેડુતોને ભાડુ કે વળતરની ચુકવણી ક૨વામાં આવેલ નથી. તેમજ જેતપરડા ગ્રામ પંચાતમાંની પૂર્વ પરવાનગી કે ઠરાવ, ગેસ લાઈન કંપની અને જેટકો કંપનીની લેખિત પરવાનગી લેવામાં આવી નથી. અને બળજબરીથી કામ કરવામાં આવી રહ્યું છે. જો સોલાર પ્રોજકેટની વીજળી પસાર કરવા માટેના વીજ થાંભલા ઉભા ક૨વાની કામગીરી અટકાવવામાં નહિં આવે તો ખેડુતો નાછૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જલદ પ્રકારના આંદોલનોકરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં હાજર રહ્યા હતા.






Latest News