આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આપના પંકજ રાણસરીયા દ્રારા રજુઆત


SHARE















મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આપના પંકજ રાણસરીયા દ્રારા રજુઆત

સામાકાંઠેના અરૂણોદય સર્કલ પાસેના ચાર દાયકાથી વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન વણઉક્લાયેલો કેમ ? : લતાવાસી

મોરબી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજભાઈ રણસરિયા દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં વરસાદ આવવાનો હોય પ્રિ-મોન્શુન કામગીરી ઝડપી બનાવી જોઈએ અને જ્યાં પણ વરસાદી પાણીના નિકાલના માર્ગો બંધ છે તેને ખુલ્લા કરાવવા માટે જહેમત ઉઠાવી જોઈ જેથી કરીને વરસાદ સમયે લોકો હેરાન ન થાય.

વધુમાં તેઓએ જણાવેલ છે કે, આવનારા સમયમાં ચોમાસુ આવનાર હોય તેને ધ્યાનમાં લઇને મોરબી શહેરની અંદર વરસાદી પાણી નિકાલ માટેના ઘણા બધા વોંકળાઓ બંધ હાલતમાં છે.તો તેને ત્વરીત ધોરણે ખુલ્લા કરવામાં આવે તેમજ જે કોઇ ખુલ્લા વોંકળાઓ છે.તેને સાફ-સફાઈ કરી ચોખ્ખા કરવામાં આવે.જેથી કરી ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઇ શકે.તેમજ વોંકળાઓની ઉપર જે કાંઇ પણ ગેરકાયદેસર દબાણો છે.તેને ત્વરીત ધોરણે દુર કરવામાં આવે.જેથી કરી પાણીનું રોકાણ ન થાય.વરસાદી પાણીના રોકાણના કારણે ઘણી સોસાયટીઓ તેમજ જાહેર રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જતા જોવા મળે છે.તો આવી પ્રાથમિક પ્રિ-મોન્સુન કામગીરીને ધ્યાનમાં લઈ ત્વરીત ધોરણે આવા દબાણો ખુલ્લા કરી વોંકળાની સાફ-સફાઇ કરવામાં આવે એવી નોરબીવાસીઓ વતી આમ જિલ્લા પ્રભારીઆદમી પાર્ટીના પંકજભાઈ રાણસરીયાએ માંગ કરેલ છે.

અત્રે નોંધનીય છે કે, મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપના ખૂણા પાસે આવેલા અરૂણોદયનગર વિસ્તારમાં કે જ્યાં છેલ્લા ચાર દાયકાથી વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે.તેને પણ ધ્યાનમાં લેવો જરૂરી છે. કારણ કે અહીં ત્રાજપરથી આગળ જેટલી પણ સોસાયટી છે તેનું પાણી તે ઉપરાંત તેના ગોપાલ સોસાયટી ત્યાર બાદ રામકૃષ્ણનગર અને સર્કિટ હાઉસની સામેની પણ જે સોસાયટીઓ છે તેમાની વિદ્યુતનગર, સરસ્વતી સોસાયટી, વર્ધમાન સોસાયટી રલીફનગર તેમજ રોટરીનગર સહિતની સોસાયટીઓનું વરસાદી પાણી આ અરૂણોદય સર્કલ પાસેના ગ્રાઉન્ડની જગ્યાએથી જ મચ્છુ નદી બાજુ ભીમસરમાં જતું હોવાથી ત્યાં કાયમી ધોરણે પાકી સી-ચેનલ (સફાઇ કરી શકીય તેવી સુવીધા સાથે) બનાવવામાં આવે અને વ્યવસ્થિત રીતે વરસાદી પાણીનો નિકાલ થાય તેવી કામગીરી કરવામાં આવે તેવી તે વિસ્તારના લોકોની છેલ્લા ચાર દાયકાથી માંગ છે..! જો કે તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી તે નકકર કાર્યવાહી કરવામાં આવી નથી તે હકીકત છે.હવે શું મહા પાલીકા બનતા વર્ષો જુનો આ પ્રશ્ન ઉક્લાશે ખરો..? તેવો સવાલ લોકો મહા પાલીકાના કર્તાહર્તાઓને પુછી રહ્યા છે.




Latest News