મોરબીના રવાપર ગામે જુગાર રમતા 8 મહિલા પકડાઈ: દેવીપુર ગામે વાડીએ જુગારની રેડ પકડાતાં 3 શખ્સ પકડાયા 1 ફરાર: વાંકાનેરમાં વરલીના આંકડા લેતા 1 ઝડપાયો હળવદ-મોરબીમાં દારૂની બે રેડ: દારૂની નાની-મોટી 10 બોટલ સાથે બે પકડાયા મોરબીના જૂના ઘૂટું રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપરના દબાણોને તોડી પાડીને પછી સાફ કરવાની કોંગ્રેસની માંગ


SHARE















મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપરના દબાણોને તોડી પાડીને પછી સાફ કરવાની કોંગ્રેસની માંગ

મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે રાજાશાહી વખતથી મૂકવામાં આવેલા વોકળા ઉપર થઈ ગયેલ દબાણોને દૂર કરવામાં આવતા નથી અને હાલમાં મહાપાલિકાની ટીમ દ્વારા વોકળા સફાઈની કામગીરી પાસેરામાં પૂણી સમાન કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મોરબીમાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપર કરવામાં આવેલા દબાણને દૂર કરીને તમામ વોકળાને સાફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજાશાહી વખતથી મૂકવામાં આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળાને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે મોટાભાગના વોકળા ઉપર દબાણ થઈ ગયું હોય તેવું જોવા મળ્યું હતું તેમજ મોટાભાગની જગ્યાઓએ હજુ સુધી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી નથી ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા પ્રિ મોનસુન કામગીરી જે કરવામાં આવી રહી છે તે પાસેરામાં પૂણી સમાન કામગીરી થતી હોવાનો આક્ષેપ કર્યો છે અને ખાસ કરીને તેઓએ એવી માંગ કરી હતી કે મોરબીમાં જેટલા પણ વરસાદી પાણીના વોકળા છે તેના ઉપર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણોને તોડી પાડવામાં આવે અને વરસાદી પાણીનો ઝડપથી શહેરી વિસ્તારમાંથી નિકાલ થઈ જાય તે માટે યોગ્ય રીતે તમામ વોકળાને સાફ કરવાં આવે તે જરૂરી છે વધુમાં તેમને જણાવ્યું હતું કે દર વખતે ચોમાસા દરમિયાન બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડે ત્યાં મોરબી શહેરના ચોકકસ વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર, લોકોની દુકાનો અને ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા હોય છે ત્યારે ઘરવખરી અને દુકાનમાં નુકસાન થાય છે આવી પરિસ્થિતિ આગામી ચોમાસા દરમિયાન ઊભી ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણો તોડી પાડવામાં આવે અને વોકળાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવેલ છે




Latest News