વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

ઓપરેશન સિલક: મોરબીના પેકેજીંગ યુનિટમાંથી લીધેલા માલના બાકી રાખેલા રૂપિયા ન આપે ત્યાં સુધી બીજા કોઈ યુનિટમાંથી માલની સપ્લાય નહીં થાય: મેન્યુઅલ-ઓટો પેકેજીંગનો સંયુક્ત નિર્ણય


SHARE







ઓપરેશન સિલક: મોરબીના પેકેજીંગ યુનિટમાંથી લીધેલા માલના બાકી રાખેલા રૂપિયા ન આપે ત્યાં સુધી બીજા કોઈ યુનિટમાંથી માલની સપ્લાય નહીં થાય: મેન્યુઅલ-ઓટો પેકેજીંગનો સંયુક્ત નિર્ણય

મોરબી નજીક આવેલ હોટલમાં મોરબીમાં મેન્યુઅલ તથા ઓટો પેકેજીંગ પ્લાન્ટ ધરાવતા તમામ કારખાનેદારોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગમાં પેકેજીંગ યુનિટ વાળાઓએ જે માલની અગાઉ સપ્લાય કરી હતી તેનું કરોડો રૂપિયાનું માંગણું આજની તારીખે બાકી છે અને લગભગ 100 કરોડ જેટલી રકમ ફસાઈ ગયેલ છે ત્યારે જે કારખાનાઓમાંથી અગાઉ આપેલા માલના રૂપિયા નથી મળ્યા તે કારખાનામાં મોરબીના એક પણ પેકેજીંગ વાળા માલની સપ્લાય નહીં કરે તે પ્રકારનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે અને આ ઓપરેશનને તમામ લોકોએ સાથે મળીને ઓપરેશન સિલક નામ આપ્યું છે અને પોતાના લેણા નીકળતા રૂપિયા તેઓને વહેલી તકે મળે તેના માટે થઈને આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબીમાં થોડા દિવસો પહેલા ઓટો પેકેજીંગ પ્લાન્ટ એસો.ની મીટીંગ મળી હતી જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં આપવામાં આવતા માલ બાદ રૂપિયા સમયસર મળતા ન હોવાથી રૂપિયા નહીં તો માલ નહીં આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમ્યાન ગઈકાલે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ પાસે આવેલ આવકાર હોટલ ખાતે મોરબી પેકેજીંગ એસો.ની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓટો પેકેજીંગ તથા મેન્યુઅલ પેકેજીંગ એસો.ના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને મિટિંગ શરૂ કરતાં પહેલા અમદાવાદમા થાયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ મિટિંગમાં ખાસ કરીને મોરબીમાં આવેલ પેકેજીંગ યુનિટમાંથી મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક ઉદ્યોગમાં બોક્સની સપ્લાય કરવામાં આવતી હોય છે અને તેમાં સમયસર પેકેજીંગ યુનિટ ધરાવતા કારખાનેદારોને તેઓના બિલ મળતા નથી અને કેટલીક જગ્યાએ રૂપિયા ખોટા થતા હોય તેવી ઘટનાઓ છેલ્લા સમયગાળા દરમિયાન સામે આવી છે જેથી મોરબી ઓટો અને મેન્યુઅલ પેકેજીંગના 150 જેટલા કારખાનેદારો દ્વારા સંયુક્ત રીતે રાખવામાં આવેલ આ મિટિંગમાં ઓપરેશન સિલક શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મોરબીમાં પેકેજિંગના યુનિટ ધરાવતા કારખાનેદારોએ જૂનું માંગણું ક્લિયર કરવા માટે થઈને આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. અને કોઈપણ કારખાનામાં પેકેજીંગ વાળાએ માલ આપ્યો હોય અને ત્યાર પછી જો તેના રૂપિયા તેને સમયસર ચૂકવવામાં આવ્યા ન હોય અને બીજા પેકેજીંગના કારખાનેથી માલ લેવામાં આવતો હોય તો અન્ય કારખાનેથી મળતો માલ પણ હવે બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી ઉધારમાં આપેલ માલની રકમ કારખાનેદારને મળશે નહીં ત્યાં સુધી અન્ય કોઈ કારખાનેદાર બોક્સની સપ્લાય કરશે નહીં અને આ નિર્ણયમાં સહુકોઈએ સંયુક્ત રીતે સાથ સહકાર આપવાની બાંહેધરી આપેલ છે.

વધુમાં ધીરુભાઈ કાસુન્દ્રા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીની આસપાસમાં આવેલ પેકેજીંગના યુનિટમાંથી તૈયાર કરવામાં આવેલ માલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં સપ્લાય કરવામાં આવતો હોય છે અને પેકેજીંગ યુનિટ વાળાઓએ જે માલની સપ્લાય કરી છે તેમાંથી અંદાજે 100 કરોડ જેટલી રકમ તો ફસાઈ ગયેલ છે એટલે કે તે રકમ આવે તેવી શક્યતાઓ નહિવત છે જોકે આજની તારીખે જુદા જુદા પેકેજીંગ યુનિટ વાળાનું કુલ મળીને મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી અંદાજે 1000 કરોડ રૂપિયાનું માંગણું ઊભું છે.

એક કારખાના વાળા પાસે મોટું બિલ બાકી હોય તો સીરામીક વાળા અન્ય કારખાના વાળા પાસેથી માલ મંગાવતા હોય છે જેથી કરીને પેકેજિંગ વાળાના રૂપિયા ફસાઈ જાય અથવા તો રોકાઈ જાય તેવો ઘાટ સર્જે છે જેથી આ પરિસ્થિતિને નિવારવા માટે થઈને ઓપરેશન સિલક એટલે કે બાકી માંગણું છૂટું થાય તે માટે થઈને સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમાં સહકાર આપવાની બાંહેધરી તમામ સભ્યોએ આપેલ છે. આ મિટિંગને સફળ બનાવવા માટે ઓટો પેકેજિંગ એસો.ના પ્રમુખ પાર્થભાઈ તથા હાર્દિકભાઈ, દલસુખભાઈ, પિયુષભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ, મેહુલભાઈ, ભાવેશભાઈ તેમજ મેન્યુલ પેકજીંગની કમિટીના જયેશભાઈ, જયદીપભાઈ, પ્રતીકભાઈ, સમીરભાઈ, ચિરાગભાઈ, દીપકભાઈ, ધુર્વભાઈ, આકાશભાઈ, પ્રયાગભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News