આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા


SHARE















મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા

મોરબી મનપાની ટેક્સ શાખાએ બાકી વેરાની વસૂલાત માટે 11 મિલકતોને સીલ કર્યા હતા જે પૈકીનાં 7 આસામીઓએ દ્વારા બાકી વેરો મનપામાં ભરી આપવામાં આવેલ છે જેથી તેના સીલ ખોલી દેવામાં આવેલ છે અને જે આસામી તેના લાંબા સમયથી બાકી રહેલા વેરા ભરશે નહીં તેની મિલકતની હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે.

મોરબી મહાનગરપાલિકાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, હાલ મોરબી ,મનપા દ્વારા મિલકત વેરા ઉપર 10 ટકા રિબેટ આપવા આવે છે સાથે ટેકસ શાખા દ્વારા તા 1/4 થી 12/6 સુધીમાં 10 થી 50 હજાર સુધીનો વેરો બાકી હોય તેવા 3750 આસામીઓને વોરંટની બજવણી કરેલ છે. જેમાં  ટેકસ શાખા દ્વારા 11 મિલકતો સીલ કરવામાં આવતાની સાથે જ 7 મિલકત ધારકો દ્વારા ટેકસની રકમ ભરપાઈ કરવામાં આવી છે જેથી કરીને તે આસામીઓના સીલ ખોલવામાં આવ્યા છે તેમજ જે મિલકતને વેરો બાકી હોવાથી જપ્ત કરવામાં આવેલ હોય તેને ટુંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે. તેમજ વર્ષ 2025-26 માં પણ ટેકસ શાખા દ્રારા 2024-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જુન સુધીમાં મિલકત જપ્તી/ ટાંચમાં લેવાની કામગીરી કરવામાં આવશે. અને મિલકત વેરો ભરવા માટે www.enagar gujarat.gov in પર ઓનલાઇન ટેકસ આસામી ભરી શકે છે. તેમજ સિવિક સેન્ટર, પહેલા માળે,રેલ્વે સ્ટેશન પાસે અને મોરબી મનપા મુખ્ય કચેરીમાં ટેકસ ભરી શકો છો. તેવી માહિતી મનપાના ડેપ્યુટી કમિશ્નરે આપેલ હતી.




Latest News