મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીને આધારે મહેન્દ્રનગર ગામ પાસે વોચ ગોઠવીને ત્યાંથી પસાર થતી કારને અટકાવવામાં આવી હતી. ત્યારે કારમાંથી દારૂ-બિયરની કુલ મળીને ૫૮ બોટલો મળી આવતા દારૂ-બિયરના જથ્થા તથા કાર સાથે હાલમાં એક ઇસમની ધરપકડ કરવામાં આવેલ છે અને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સ્ટાફના હિતેંદ્રસિંહ ચુડાસમા, સુરેશભાઇ હુંબલ, દશરથસિંહ પરમાર અને આશીફભાઈ ચાકીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની અર્ટીકા કાર નંબર જીજે ૩૬ એએફ ૦૫૬૨ માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને હળવદ તરફથી મોરબી તરફ આવી રહેલ છે.ચોકકસ બાતમીને આધારે વોચ ગોઠવવામમાં આવતા મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રીજથી કંડલા બાયપાસ તરફ જવાના રસ્તે રોડ ઉપરથી તે કાર મળી આવી હતી.કારની તલાસી દરમિયાન તેમાંથી દારૂની ૪૦ બોટલો તેમજ બીયરના ૧૮ ટીન મળી આવતા કુલ રૂા.૬૨,૭,૮૦ ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો તેમજ રૂા.ચાર લાખની કાર મળી કુલ રૂા.૪,૬૨,૭,૮૦ ના મુદામાલની સાથે સ્થળ ઉપરથી મળી આવેલા જયદીપભાઇ બેચરભાઇ ચાંઉ બ્રાહમણ (ઉ.વ.૩૬) રહે. વરીયાનગર સોઓરડી શેરી નંબર-૮, સામાકાંઠે મોરબી-૨ ને પકડવામાં આવ્યો હતો અને પુછપરછ દરમિયાન માલ આપનાર તરીકે મુબારક સંધી રહે.જોગાસર તા.ધાંગધ્રાનું નામ ખુલતા બંને સામે બી ડિવિઝન પોલીસ મથકે બંને સામે ગુનો દાખલ કરવા આવ્યો હતો.

અકસ્માત બનાવમાં સગીરનું મોત

મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ વાંકાનેરના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ નિધિ ફોરક્લિપ નામના ગેરેજમાં રણજીતસિંહ વર્માની સાથે રહીને કામકાજ કરતો સત્યપ્રકાશ રામકેવલભાઈ યાદવ નામનો ૧૬ વર્ષનો સગીર બાઈકમાં જતો હતો.ત્યારે બાઈક અકસ્માતે ટ્રકની પાછળ અથડાયું હતું.આ અકસ્માત બનાવમાં સત્યપ્રકાશ યાદવ નામના યુપીના ૧૬ વર્ષના સગીરનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

હળવદના દેવળીયા ગામના લલીતાબેન માધવજીભાઈ ભોરણીયા નામના ૫૪ વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા.ત્યારે અહીંના ગાળા ગામ પાસે તેમનું બાઇક સ્લીપ થવાનો બનાવ બનેલ જેમાં ઈજા થતા સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામ પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં સતીશ દેવજીભાઈ (૩૨) રહે.કોઠારીયા તા.જોડિયાને ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો






Latest News