માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી


SHARE

















અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી

એરઈન્ડિયાનું બોઇંગ વિમાન નંબર એ૧/૧૭૧ ઉડાન ભર્યાની એક મિનીટમાં જ અમદાવાદમાં તુટી પડયુ.આ પ્લેન અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ કરીને લંડનના ગેરવિક એરપોર્ટ માટે રવાના થયું હતું.આ ઘટના ખુબ જ ભયંકર અને દુખદ હોય ઘટનામાં અવશાન પામેલ પુર્લ સીએમ સહીત તમામ દિવગંત આત્માઓને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવીને ગંભીરપણે દાઝેલા લોકો ત્વરિત સ્વસ્થ થાય તેવી ઈશ્વર પાસે અભ્યર્થના વ્યકત કરી હતી.

તેમજ પૂર્વ મંત્રી બ્રિજશભાઇ મેરજાએ પણ શ્રધ્ધાંજલી વ્યકત કરી જણાવ્યું હતુ કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અકાળે જીવનદીપ બુઝાવાથી મેં ભારે મોટો આંચકો અનુભવ્યો છે.અમોએ સાથે વિદ્યાર્થી પરિષદમાં કામ કરેલું ત્યારથી પાંગરેલો પરિચય આત્મીયતા ભર્યો રહેલો.તેમના નિધનથી ગુજરાતના જાહેર જીવનમાં ન પુરાય તેવી ખોટ પડી છે, એટલું જ નહીં અનેક કાર્યકર્તાઓ સાથેના તેમના સંબંધોમાં એક ખાલીપો ઉભો થયો છે.તે વણપુરાયેલો રહેશે, તેઓ હકારાત્મક રાજનીતિના પુરસ્કર્તા હતા, પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.વધુમાં બ્રિજેશ મેરજાએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીને તેમના પરિવારને સાંત્વના પણ પાઠવેલ છે.

તેમજ અહીંના યંગ ઇન્ડીયા ગૃપના દેવેનભાઇ રબારીએ પણ આ ઘટનામાં અવશાન પામેલ તમામને શ્રધ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતુ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અકાળ અવસાનથી સમગ્ર ગુજરાત શોકમગ્ન છે.તેમનું સમર્પિત જનસેવાનું જીવન, નેતૃત્વની અનોખી શૈલી અને રાજકીય ક્ષેત્રે આપેલું અમૂલ્ય યોગદાન ગુજરાતના ઇતિહાસમાં સદાય સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.મોરબી સાથે તેમનો નાતો ગાઢ રહ્યો છે.તેમણે મોરબીના વિકાસ અને સમૃદ્ધિ માટે હંમેશાં પોતાનું હૃદય અને મન સમર્પિત કર્યું હતું.ખાસ કરીને, યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતા "શિવ તરંગ" મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તેમની વિશેષ ઉપસ્થિતિ અને આશીર્વાદ હંમેશાં યાદગાર રહેશે.આ ઉપરાંત, શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત તૃત્ય સમૂહ લગ્નના પ્રસંગે સ્વર્ગસ્થ વિજયભાઈએ રબારી સમાજને શુભકામનાઓ પાઠવી હતી. યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓને પણ સ્વર્ગસ્થ વિજયભાઈએ હંમેશાં બિરદાવી હતી.






Latest News