મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે


SHARE









મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે

મોરબી એલસીબી એ માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં નોધાયેલ દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ (કલેકટર) કે.બી.ઝવેરી એ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીંટ ભરવાડ (ઉ.વ.૩૦) રહે.હાલ ચિરઇ તા.ભચાઉ જી.કચ્છ મુળ રહે.માણાબા તા.રાપર જી.કચ્છ નું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતુ. જેથી બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીટ રહે.હાલ ચિરઇ તા.ભચાઉ જી.કચ્છ મુળ રહે.માણાબા તા.રાપર જી.કચ્છ ને પકડી પાડીને હુકમ મુજબ તેને ભાવનગર જેલ હવાલે કરાયો હતો.

અકસ્માત બનાવમાં રાજકોટ ખસેડાયો

મોરબી લખધીરપુર રોડ મેટ્રો સીરામીક પાસે આવેલા ઢાળ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ગંભીરપણે ઘવાયેલ હાલતમાં ૧૦૮ વડે પપ્પુભાઈ યાદવ નામના ૩૫ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને અહીં સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખેસેડાયો હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે. જ્યારે મોરબી વીસીપરા સ્મશાન રોડ પાસે રહેતા શિલ્પાબેન બેચરભાઈ ઝિંઝુવાડીયા નામની ૧૮ વર્ષીય યુવતીને ઘરે પાણીની મોટરમાં ઇલેક્ટ્રિક શોટ લાવતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલ લાવવામાં આવી હતી.

વૃધ્ધા સારવારમાં

મોરબી ન્યુ જનકનગર સોસાયટી વિસ્તારમાં રહેતા હસીનાબેન યુનુસભાઈ શેખ નામના ૬૪ વર્ષીય વૃદ્ધાને અકસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા પંચાસર રોડ ઉપર બાઈકમાં જતા સમયે પડી જતા તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હુરબાઈબેન ઈસાભાઇ કુરેશી નામના ૭૦ વર્ષીય વૃદ્ધા ગેબનશાહ પીરની દરગાહ પાસેથી જતા હતા તે સમયે બાઇક પાછળથી પડી જતા તેમને પણ અત્રે ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

બાળકી સારવારમાં

મોરબીના છાત્રાલય રોડ રાધે ક્રિષ્ના વિદ્યાલય નજીક વિજયનગરમાં રહેતા પરિવારની આર્ચી ચિરાગભાઈ ભોરણીયા નામની છ વર્ષની બાળકી ઉમિયાજી રેસીડેન્સી પાસે હતી ત્યાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા થતા સારવાર માટે અત્રે સાગર ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.જ્યારે હળવદના સુંદરીભવાની ગામ પાસે બાઈકમાંથી પડી જતા લધુભાઈ ભાવસિંગભાઈ ડોડીયા નામના ૬૭ વર્ષના આધેડને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના જુના કીડી ગામના રહેવાસી રૂગનાથભાઈ નાગજીભાઈ ઉઘરેજા નામના ૬૩ વર્ષના આધેડને માલણીયાદ ગામ પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા




Latest News