મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ


SHARE











મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ

દેશનેતાઓ, ક્રાંતિકારીઓ વ્યક્તિઓના આબેહૂબ ચિત્ર દોરતો બાળ ચિત્રકાર

દરેક બાળકએ ઈશ્વરનું અદ્દભુત સર્જન છે.દરેક બાળકમાં ઈશ્વરે કંઈકને કંઈક ખાસિયતો, કંઈકને કંઈક શક્તિ કલા, કૌશલ્ય આપેલા જ હોય છે પણ દરેક બાળકે, બાળકના માતા પિતાએ તે કલા,કૌશલ્ય, ખાસિયતોને વિકસાવવા માટે જહેમત ઉઠાવી પડે, કલાને નિખારવા સાધના કરવી પડે, આવી જ શક્તિ શક્ત શનાળા ગામના નિવાસી સુખદેવભાઈ અઘારાના પુત્ર અનંત કે  જેમને ધોરણ આઠ સુધીનો અભ્યાસ રાજપર તાલુકા શાળામાં પૂર્ણ કરી હાલમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા અનંત અઘારામા છે.

આ બાળ ચિત્રકાર છત્રપતિ શિવાજી મહારાજ,રાણા પ્રતાપ શહીદ વીર ભગતસિંહ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ,પ્રમુખ સ્વામી, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ નરેન્દ્રભાઈ મોદી,વગેરે ઐતિહાસિક વ્યક્તિઓ તેમજ પરિવારના સભ્યો, અને અનંતને ગમતા વ્યક્તિ વિશેષના આબેહૂબ ચિત્રો દોરે છે.આ બાળ કલાકારની  કલાને વિકસાવવા એમના પિતા સુખદેવભાઈ અઘારા તેમજ ઘરના સભ્યો અનંતને જરૂરી તમામ સુવિધા તેમજ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે, અનંતની આ અદ્દભુત, અલૌકીક કલા કૌશલ્યને નિહાળી ચોતરફથી અભિનંદન અને ધન્યવાદ મળી રહ્યા છે.






Latest News