મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા


SHARE









મોરબીની લીલાપર ચોકડી પાસે યુવાનને છરીના ઘા જીકીને જૂની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ ઘટના પહોંચી હતી અને આ બનાવને લઈને સતવારા સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રીત થયા હતા

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ગિરીશ નારણભાઈ કંઝારિયા નામના યુવાનની મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતા સતવારા સમાજના લોકો તથા વજેપર વિસ્તારના લોકો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રીત થયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત પ્રમાણે ગઇકાલે જ મૃતક ગિરીશ નારાયણ કંઝારીયા સહિત બે શખ્સોની સામે તેઓની પાડોશમાં રહેતા હિરલબેન દ્વારા ફરિયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતુ કે, ગરીશ સહિત બંન્ને શખ્સો તેઓના ઘર પાસે ગાળો બોલતા હતા અને ગાળો બોલવાની ના પાડતાં હિરલબેન તથા તેના સાસુ, સસરા અને પતિને ધમકી આપવામાં આવી હતી તથા તેઓની ઇકો ગાડીમાં નુકસાની પણ કરવામાં આવી હતી અને હાલમાં આ યુવાનની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી છે જેથી કરીને પોલીસે તે દિશામાં આગળની તપાસ શરૂ કરીને ફરીયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.




Latest News