મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર-2 માં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સ પકડાયા


SHARE













વાંકાનેરના ધમલપર-2 માં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સ પકડાયા

વાંકાનેરના ધમલપર-2 માં મંદિર પાસે જાહેરમાં જુગારની રેકરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 3400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધમાલપર-2 પાસે માતાજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ પ્રતાપભાઈ અબાસણીયા (28), ચેતનભાઇ ઉર્ફે બક્કો હકાભાઇ જીંજરિયા (19), નીતિનભાઈ દિનેશભાઈ માણસુરીયા (19) અને રવિભાઈ શંકરભાઈ કાંજિયા (28) રહે. બધા ધમાલપર-2 વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3,400 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ઉટબેટ સાપર ગામે રહેતા પ્રેમજીભાઈ અરજણભાઈ જોગડીયા (63) નામના વૃદ્ધ બાઈક લઈને ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News