મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પામાં પોલીસે રેડ કરતાં 100 નંગ નિરોધ, 3 બિયરના ટીન અને 24 પેકેટ ગંજીપાના સાથે મહિલા સહિત ત્રણ પકડાયા


SHARE







મોરબીમાં સ્પામાં પોલીસે રેડ કરતાં 100 નંગ નિરોધ, 3 બિયરના ટીન અને 24 પેકેટ ગંજીપાના સાથે મહિલા સહિત ત્રણ પકડાયા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં ચોથા માળે સ્પા આવેલ છે તેમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 100 જેટલા નિરોધ, બિયરના ટીઅને ગંજી પત્તા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,140 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝાના ચોથા માળે નોવા સ્પા માં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ત્રણ બિયરના ટી, 100 નંગ નિરોધ અને ગંજીપાનાં 24 પેકેટ મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 1,140 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી પ્રકાશભાઈ મહેશભાઈ પઠાણ (20) રહે. મોટાભેલા તાલુકો માળીયા મીયાણા, જયંતભાઈ ગણેશભાઈ પારોરિયા (42) રહે સનાળા રોડ સ્કાય મોલ સામે વૈભવનગર મોરબી અને એક મહિલા અનીનગ પેહાનુનગ (27) રહે. મૂળ નાગાલેન્ડ વાળાની ધરપકડ કરી હતી અને તે ત્રણેયની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અડધી બોટલ દારૂ

મોરબીના માધાપરા વિસ્તારમાં અંબિકા રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સ પાસેથી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે 100 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે કિશનભાઇ પ્રવીણભાઈ લવા (25) રહે. ત્રિમંદિર પાસે બ્રહ્મપુરી સોસાયટી જેપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન તેણે આ દારૂની બોટલ સાદીક ઉર્ફે ટેણી રહે. મોરબી વાળા પાસેથી લીધી હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

બાઇક સ્લીપ

ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે રહેતા મુન્નાભાઈ શામજીભાઈ પરમાર (35) નામનો યુવાન બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થહોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી






Latest News