મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદે કિશોરભાઇ ચિખલિયાને રિપીટ: ચોમેરથી આવકાર


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદે કિશોરભાઇ ચિખલિયાને રિપીટ: ચોમેરથી આવકાર

મોરબી સહિત ગુજરાતમાં કોંગ્રેસનાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદે કિશોરભાઇ ચિખલિયાને રિપીટ કરવામાં આવ્યા છે જેથી કરીને કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો તરફથી તેઓને આવકાર અને શુભકામનાઓ મળી રહી છે.

ગુજરાતમાં બૂથથી લઈને જિલ્લા સ્તર સુધી કોંગ્રેસ પક્ષના માળખાને પુનર્જીવિત કરવા માટે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિચારધારા આધારિત નેતૃત્વ પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં 43 એઆઈસીસીના નિરીક્ષકો અને 183 પીસીસી નિરીક્ષકોને મૂકવામાં આવ્યા હતા અને રાજ્યના પ્રભારીઓસાંસદોધારાસભ્યો અને ભૂતપૂર્વ પીસીસી પ્રમુખો સહિત વરિષ્ઠ નેતાઓનો તેમાં સમાવેશ કરવામાં આવેલ હતો. ત્યાર બાદ નિરીક્ષકોએ સાથે મળીને 26 લોકસભા, 182 વિધાનસભા ક્ષેત્રોની મુલાકાત કરી હતી અને તેઓએ સંગઠનાત્મક ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન કર્યું હતું અને સ્થાનિક આગેવાનો સહિતનાઓની સાથે મુલાકત પણ કરવાં આવી હતી.  ત્યાર બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનાં જુદાજુદા જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવેલ છે અને આગામી વર્ષ 2027 માં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે અને હાલમાં જે જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લા કોંગ્રેના પ્રમુખ પદે કિશોરભાઇ પ્રેમજીભાઇ ચિખલિયાને યથાવત રાખવામા આવેલ છે જેથી કરીને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેમજ મોરબી જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે. 






Latest News