હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદે કિશોરભાઇ ચિખલિયાને રિપીટ: ચોમેરથી આવકાર


SHARE



































મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદે કિશોરભાઇ ચિખલિયાને રિપીટ: ચોમેરથી આવકાર

મોરબી સહિત ગુજરાતમાં કોંગ્રેસનાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદે કિશોરભાઇ ચિખલિયાને રિપીટ કરવામાં આવ્યા છે જેથી કરીને કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો તરફથી તેઓને આવકાર અને શુભકામનાઓ મળી રહી છે.

ગુજરાતમાં બૂથથી લઈને જિલ્લા સ્તર સુધી કોંગ્રેસ પક્ષના માળખાને પુનર્જીવિત કરવા માટે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિચારધારા આધારિત નેતૃત્વ પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં 43 એઆઈસીસીના નિરીક્ષકો અને 183 પીસીસી નિરીક્ષકોને મૂકવામાં આવ્યા હતા અને રાજ્યના પ્રભારીઓ, સાંસદો, ધારાસભ્યો અને ભૂતપૂર્વ પીસીસી પ્રમુખો સહિત વરિષ્ઠ નેતાઓનો તેમાં સમાવેશ કરવામાં આવેલ હતો. ત્યાર બાદ નિરીક્ષકોએ સાથે મળીને 26 લોકસભા, 182 વિધાનસભા ક્ષેત્રોની મુલાકાત કરી હતી અને તેઓએ સંગઠનાત્મક ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન કર્યું હતું અને સ્થાનિક આગેવાનો સહિતનાઓની સાથે મુલાકત પણ કરવાં આવી હતી.  ત્યાર બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનાં જુદાજુદા જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવેલ છે અને આગામી વર્ષ 2027 માં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે અને હાલમાં જે જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લા કોંગ્રેના પ્રમુખ પદે કિશોરભાઇ પ્રેમજીભાઇ ચિખલિયાને યથાવત રાખવામા આવેલ છે જેથી કરીને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેમજ મોરબી જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે. 


















Latest News