મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

વિસાવદરમાં ગોપાલ ઇટાલીયાનો વિજય થતાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરાઇ આતિશબાજી


SHARE









વિસાવદરમાં ગોપાલ ઇટાલીયાનો વિજય થતાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરાઇ આતિશબાજી

મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આજે આમ આદમી પાર્ટી દ્વારા આતિશબાજી કરી એક મેકના મોં મીઠા કરાવીને વિસાવદરની વિધાનસભાની બેઠક ઉપર ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થયો છે તેના વધામણા કરવામાં આવ્યા હતા અને ભાજપની બી ટીમ કોણ છે તે વિસાવદરના પરિણામ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે તેવું મોરબી જિલ્લાના પ્રભારીએ કહ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં કડી અને વિસાવદર બેઠકમાં સમાવેશ થાય છે અને વિસાવદર બેઠક ઉપર ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપંખીઓ જંગ હતો અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાનો જંગી લીડ સાથે વિજય થયો છે જેથી આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દરેક જિલ્લામાં વિજયના વધામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા તથા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની હેઠળ આતિશબાજી કરીને વિસાવદર બેઠક ઉપર થયેલ ગોપાલભાઈ ઇટાલીયાના ભવ્ય વિજયને વધારવામાં આવ્યો હતો અને એકમેકના મો મીઠા કરાવ્યા હતા તેમજ પંકજભાઈ રાણસરીયા જણાવ્યું હતું કે ભાજપની બી ટીમ કોણ છે તે વિસાવદરના પરિણામ ઉપરથી લોકોએ સમજી જ લીધું છે જેથી આવા જ પરિણામો હવે આગામી સમયમાં ગુજરાતની અન્ય ચૂંટણીઓમાં જોવા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો






Latest News