મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ચોમાસે પાણીનો પોકાર: મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, મહિલાઓનો મનપામાં હોબાળો


SHARE









ચોમાસે પાણીનો પોકાર: મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, મહિલાઓનો મનપામાં હોબાળો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ વાણીયાવાડી શેરીમાં છેલ્લા આઠ દસ દિવસથી નિયમિત રીતે પાણી મળતું નથી અને લોકો પાણી માટે હેરાન છે અને આ અંગેની રજૂઆતો કરવા છતાં પ્રશ્ન ઉકેલાતો ન હતો જેથી કરીને આજે મહિલાઓ સહિતના લોકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ચોમાસામાં પાણી આપો પાણી આપીના નારા લગાવીને નિયમિત પાણી આપવામાં આવે અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ છે જેમાં મહેન્દ્રનગર ગામનો પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે જોકે, મહેન્દ્રનગર ચોકડીની બાજુમાં આવેલ વાણીયાવાડી શેરી વિસ્તારમાં છેલ્લા આઠ થી દસ દિવસથી પાણી નિયમિત રીતે આવતું નથી અને પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળતું નથી. જેથી લોકોને ના ખૂટે વેચાતા પાણીનું ટેન્કર લેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ પ્રશ્ન ઉકેલવા માટે થઈને અગાઉ સ્થાનિક લેવલે રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ પ્રશ્ન ઉકેલતો ન હતો જેથી આજે મહિલાઓ સહિતના લોકો મહાપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તેઓનો પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી મહિલાઓ સહિતના લોકોએ માંગ કરી હતી અને ત્યારે મહિલાઓ સહિતના લોકોએ મહાનગરપાલિકામાં પાણી આપો પાણી આપોના નારા પણ લગાવ્યા હતા




Latest News