હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી પ્લાસ્ટિક મુક્ત અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટનો પ્રારંભ


SHARE



































મોરબી પ્લાસ્ટિક મુક્ત અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટનો પ્રારંભ

સ્વચ્છ ભારત મિશન અર્બન તથા દીનદયાળ અત્યોદય આજીવિકા મિશન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા “માય થેલી” ઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદેશ્ય પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના કેસરબાગ, દીપ્તિ હેલ્થ સેન્ટર વી.સી.પરા, મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ રેલ્વે સ્ટેશન રોડ, ક્લસ્ટર ઓફીસ શનાળા જગ્યાઓએ સખી મંડળની બહેનો દ્વારા કાપડ અથવા જુના કપડામાંથી વિનામૂલ્યે થેલીઓ બનાવી આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે “માય થેલી” ઇવેન્ટ દર ગુરુવાર તથા શુક્રવારે યોજાશે અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે આ અંગે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરે તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા દ્વારા તમામ શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાઈને પ્લાસ્ટિક મુક્ત મોરબી અભિયાનને સફળ બનાવવા માટે અપીલ કરી હતી.


















Latest News