મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત


SHARE

















મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત

મોરબીમાં કુબેર સિનેમા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં એક યુવાનનો હાથ કપાઈ ગયો હતો અને તેના બે વર્ષના બાળકને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બંનેને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન બે વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા. 23/ 6 ના મોરબીના વાંકાનેર ઉપર કુબેર સિનેમાની પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં રિક્ષામાં જઈ રહેલા પીન્ટુભાઇ જયભાઈ ગુપ્તા (40)નો હાથ કપાઈ ગયો હતો જ્યારે રિક્ષામાંથી નીચે પડી જતા તેમના બે વર્ષના દીકરા આયુષ પિન્ટુભાઈ ગુપ્તા નામના બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેઓ સરતાનપર રોડ ઉપર આવેલા કારખાનામાં રહી મજૂરી કામ કરતા હતા અને પીન્ટુભાઇના પત્નીને કમરનો દુખાવો હોય તેની દવા લેવા માટે તેઓ રિક્ષામાં બેસીને સરતાનપર રોડ બાજુથી મોરબી બાજુ આવતા હતા ત્યારે કુબેર સિનેમા પાસે પહોંચતા અકસ્માત બનાવ બન્યો હતો. ઉલેખનીય છે કે, અકસ્માતનો બનાવ કેવી રીતે બનેલ છે તે હજુ દુવિધા છે. પરંતુ આ અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બે વર્ષના માસૂમ બાળકનું સારવારમાં મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ અંગેની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.

બાઇક ચોર પકડાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સેન્ટર પોઇન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ગોવિંદભાઈ ખીમજીભાઈ સેરસિયા (68) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, લૂંટાવદર ગામે પાધેળા તરીકે ઓળખાતા ખેતરે તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 ઇએચ 1088 પાર્ક કરીને મૂક્યું હતું.જે રૂા. 15 હજારની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે.દરમિયાનમાં એક શખ્સને એલસીબી સ્ટાફે 3 વાહનો સાથે પકડાયો હતો અને તેની ઉલટ તપાસમાં તેની લુંટાવદર ગામે થયેલ બાઇક ચોરીમાં સંડોવણી ખુલતા હાલમાં રજાક દોસમામદ કાજડીયા (40) રહે.કોઈબા ગામ ડેમ પાસે તા.હળવદની આ વાહન ચોરીમાં ઘરપકડ કરીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.




Latest News