મોરબીમાં મહિલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા કેમ્પ યોજાયો
મોરબી સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની મોકડ્રિલ યોજાઈ
SHARE









મોરબી સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની મોકડ્રિલ યોજાઈ
મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનરની હાજરીમાં અત્યંત મહત્વપૂર્ણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીની સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની ઘટના બની છે અને ૭-૮ કેઝયુલીટી ફસાયેલ હતા તેવો કોલ મોરબી ફાયર કન્ટ્રોલરૂમ ખાતે આપવામાં આવેલ હતો અને ત્યાર બાદ મહાપાલિકાના ફાયર વિભાગની ટિમ દ્વારા તાત્કાલિક પહોચી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ હતું કે, તાત્કાલિક રેસ્ક્યુ લેડરની મદદથી બીજા માળે ફસાયેલ કુલ ૦૬ કેઝયુલીટી અને હાલે મનપાને સરકાર દ્વારા આપવામાં આવેલ અગ્નિ નિવારણ સેવાઓ, ગુજરાત સરકાર દ્વારા મળેલ ટર્ન ટેબલ લેડરની મદદથી ચોથા માળે ફસાયેલ ૦૨ કેઝયુલીટીને નીચે ઉતારી અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરેલ હતા. અંતે આ મોકડ્રિલ જાહેર કરતાં હાજર સર્વે એ રાહત મેળવી હતી ત્યાર બાદ મોકડ્રિલ અને રેસ્ક્યુ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક સાધનોની ક્ષમતાનું પ્રદર્શન હતું. તેવી માહિતી અધિકારી આપી હતી.
