હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની મોકડ્રિલ યોજાઈ


SHARE



































મોરબી સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની મોકડ્રિલ યોજાઈ

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનરની હાજરીમાં અત્યંત મહત્વપૂર્ણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીની સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની ઘટના બની છે અને ૭-૮ કેઝયુલીટી ફસાયેલ હતા તેવો કોલ મોરબી ફાયર કન્ટ્રોલરૂમ ખાતે આપવામાં આવેલ હતો અને ત્યાર બાદ મહાપાલિકાના ફાયર વિભાગની ટિમ દ્વારા તાત્કાલિક પહોચી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ હતું કે, તાત્કાલિક રેસ્ક્યુ લેડરની મદદથી બીજા માળે ફસાયેલ કુલ ૦૬ કેઝયુલીટી અને હાલે મનપાને સરકાર દ્વારા આપવામાં આવેલ અગ્નિ નિવારણ સેવાઓ, ગુજરાત સરકાર દ્વારા મળેલ ટર્ન ટેબલ લેડરની મદદથી ચોથા માળે ફસાયેલ ૦૨ કેઝયુલીટીને નીચે ઉતારી અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરેલ હતા. અંતે આ મોકડ્રિલ જાહેર કરતાં હાજર સર્વે એ રાહત મેળવી હતી ત્યાર બાદ મોકડ્રિલ અને રેસ્ક્યુ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક સાધનોની ક્ષમતાનું પ્રદર્શન હતું. તેવી માહિતી અધિકારી આપી હતી.


















Latest News