મોરબીમાં સ્ટેમ્પ બાબતે જીલ્લા કલેકટરને રજુઆત કરતા સમાજસેવકો
02-07-2025 06:58 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીમાં સ્ટેમ્પ બાબતે જીલ્લા કલેકટરને રજુઆત કરતા સમાજસેવકો
મોરબી સેવા સદન ખાતે સ્ટેમ્પ પેપર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવેલ છે.અહીંના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશ કોટેચા વિગેરેએ જણાવેલ છે કે, મોરબી તાલુકાના સેવાસદનમા અરજદારો નાના-મોટા કામકાજ માટે આવતા હોય છે.તેમા અરજદારોને સોગંદનામાં કરવા પડતા હોય એમાં સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય તો અરજદારો રૂમ નંબર-૧૮ માં સ્ટેમ્પ પેપર લેવા માટે જાય છે.પરંતુ રૂમ નં.૧૮ હાલ છેલ્લા ૧ વર્ષથી બંધ છે તો તેને તાત્કાલીક ધોરણે રૂમ નં. ૧૮ માં અથવા તો સેવાસદન કચેરીમાં કોઇપણ જગ્યાએ સ્ટેમ્પ આમ આમ જનતાને મળી રહે તેવી વ્યવસ્થા કરવા સામાજીક કાર્યકરોએ માંગ કરેલ છે.
કેમકે પ્રાઇવેટમાં માણસો (અરજદારો) સ્ટેમ્પ પેપર કઢાવવા જાય તો ૫૦/- ના સ્ટેમ્પ પેપરના ૭૦/- પડાવવામાં આવે છે અને મોટા સ્ટેમ્પ લેતો વધારે કમીશને લગાડે છે.ઉપરોકત કચેરીમાં સ્ટેમ્પ કાઢવાનું શક્ય ન હોય તો પોસ્ટ ઓફીસમાં અગાઉ જે વ્યસ્થા ચાલુ હતી તે રીતે ફરીથી સ્ટેમ્પ પેપર પોસ્ટ ઓફીસમાંથી મળી રહે અને સામાકાઠે, મોરબી-૨ માં આવેલ પોસ્ટ ઓફીસ પણ ચાલુ થઇ ગયેલ છે તો ત્યાં પણ સ્ટેમ્પ કાઢી આપવામાં આવે તો અરજદારોને નજદીક પડે અને ઝડપીથી કાર્યવાહી થઇ શકે અને સમયનો બચાવ થાય તેવી વ્યસ્થા કરવા સામાજીક કાર્યકરોની અને પ્રજાજનોની માંગણી છે.
કેમ કે વૃધ્ધ પેન્શન સહાય અને વિધવા પેન્સન સહાયમાં આવતા સોગંદનામામાં, કુટુંબીક આંબા વિગેરે સોગંદનામાઓ કરવા માટે સ્ટેમ્પ પેપરની જરૂર હોઈ તો તેમા પણ વૃધ્ધ અને વિધવા માતાઓને પણ કલાકો સુધી પ્રાઇવેટ સ્ટેમ્પ પેપર વાળાને ત્યાં બેસી રહેવું પડે છે અને વધારાના પૈસા ખર્ચવા પડે તે ગરીબ માણસોને પરવડતુ નથી તો આ અંગે અરજદારોએ અગાઉ પણ રજુઆત કલેકટર સાહેબને કરેલ હતી.પરંતુ કોઈ નકકર પરીણામ આવેલ નથી તો તાત્કાલીક પગલા લેવામાં નહીં આવે તો નાછુટકે અમારે ધારાસભ્ય અને મોરબી કલેકટરને અને ગાંધીનગરમા મુખ્યમંત્રીને રજુઆત કરવાની ફરજ પડશે.તાલુકા ગ્રામ્ય મામલતદારને પણ રજુઆત કરવામાં આવશે.તો આર.એમ.ડી. ને વિનંતી કે સ્ટેમ્પ પેપર માટે એક રૂમ અલગથી ફાળવવા વિનંતી છે. કેમ કે સેવા સદનમાં ઉપર બીજા માળે પણ ઘણી ઓફીસો ખાલી પડેલ છે તો ત્યાં પણ ઓફીસ સ્ટેમ્પ પેપર માટે ચાલુ કરી શકાય તેમ છે. જેથી કરીને ગરીબો હેરાન પરેશાન ન થાય અને પ્રાઇવેટમાં વધારે પૈસા આપવા ન પડે કારણ કે ઘરડા બુઢા, અપંગ, આધાળા, લુલા-લગંડા વિધવા, ત્યકતા વગેરેને હેરાન થવું પડે છે. તો તાત્કાલીક સ્ટેમ્પ પેપર નીકળે અવી વ્યવસ્થા કરવા સામાજીક કાર્યકરોન તથા આમ જનતાની માંગણી છે.