મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: 10 બોટલ સાથે 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં ઓપરેશન માટે દર્દી પાસે લાંચ માંગનાર મેડીકલ ઓફિસર-નર્સને 5 વર્ષની સખ્ત કેદની સજા


SHARE

















મોરબી સિવિલમાં ઓપરેશન માટે દર્દી પાસે લાંચ માંગનાર મેડીકલ ઓફિસર-નર્સને 5 વર્ષની સખ્ત કેદની સજા

મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2008 માં મહિલા દર્દીમાં ઓપરેશન માટે તેના પતિ પાસેથી લાંચ માંગવામાં આવી હતી જેથી તે અંગેની એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તે કેસ મોરબીની સ્પે. એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી મેડીકલ ઓફિસર અને નર્સને કોર્ટે પાંચ પાંચ વર્ષની સખ્ત કેસની સજા અને દંડ ફટકાર્યો છે.

આ કેસની સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી અસ્લમ મેમણ દ્વારા રાજકોટ એસીબીમાં ગત તા. 15/3/2008 ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી કે, મોરબી સિવિલના મેડિકલ ઓફિસર ડો. પંકજકુમાર ગોબરભાઈ ગોંડલીયા અને હીનાબેન સાવરીયાએ તેની પત્નીનું ગર્ભાશય ગાંઠનું ઓપરેશન કરવા માટે 6000 ની લાંચ માંગ હતી અને ફરિયાદી પાસેથી પહેલા 1800 રૂપિયાની લાંચ લેવામાં આવી હતી અને બાકીના 4200 રૂપિયાને બદલે 4000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને આ રકમ આરોપી હીનાબેન સાવરિયાના માતા શાંતાબેન નરભેરામ સાવરિયાએ સ્વીકારી હતી. ત્યારે એસીબીની ટીમે તેઓને રંગે હાથે ઝડપી લીધા હતા અને ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવેલ પુરાવા અને કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને મોરબીની સ્પે. એસીબી કોર્ટના જજ અને અધિક સેશન્સ જજ કે.આર. પંડ્યાએ આરોપી ડો. પંકજકુમાર ગોંડલીયા અને હીનાબેન સાવરિયાને પાંચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને 10-10 હજારનો દંડ ફટકાર્યો છે.




Latest News