ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વાવણી પહેલા અને પછી શું સંભાળ લેવી ? મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર


SHARE

















મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર

મોરબીમાં વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાને આપઘાત કર્યો હતો જેની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પકડાયેલ બે આરોપીએ વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને કોર્ટે મંજૂર કરતાં બંને આરોપીઓનો જામીન ૫૨ છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા. ૧૧/૪/૨૫ ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને કુલ ૧૧ શખ્સોની સામે ફરિયાદ કરેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેના મોટાભાઇ નિલેશભાઈ હરેશભાઈ મકવાણા મોરબીના નવલખી રોડે હીતેશ માર્કેટીંગની ઓફીસ ધરાવતા હતા અને આરોપીઓના દબાણના કારણે જંતુનાશક દવા પી અને પોતે આપઘાત કર્યો હતો અને સ્યુસાઈડ નોટ લખી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં છેલ્લે આરોપી નિલેશ ભીમાણી, તથા રવીભાઈ ડાંગરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ મનીપભાઈ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જજ મીતલકુમાર રસીકભાઈ નાગપરાની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે જામીન અરજી કરી હતી જેમાં આરોપીના એડ્વોકેટની દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે બંન્ને આરોપીઓના શરતોને આધીન 50 હજારના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપીઓ પક્ષે એડ્વોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગૌપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા. 




Latest News