મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર
મોરબી જિલ્લા આહીર સેના-આહીર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં અપાયું આવેદનપત્ર
SHARE









મોરબી જિલ્લા આહીર સેના-આહીર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં અપાયું આવેદનપત્ર
આહીર સમાજ અગ્રણી તથા સર્વે સમાજને સાથે રાખી ચાલનાર હીરાભાઈ જોટવા વિરુદ્ધ તદ્દન ખોટી તેમજ પાયાવિહોણી ફરિયાદ કરવામાં આવેલ છે. અને કોઈ રાજકીય કિન્નાખોરી રાખી સતત લોકોમાં હીરાભાઈના વધતા જતા પ્રભાવને જોઈ કોઈપણ યોગ્ય પુરાવા વિના સીધી સંડોવણી ન હોવા છતા હીરાભાઈને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે."સત્ય પરેશાન હોય શકે પરંતુ ક્યારેય પરાજિત ન થઈ શકે"આ વિચારધારા સાથે એકલા લડવાનો તેમને નિર્ણય લીધા બાદ સમાજને મદદરૂપ થવાની હરહંમેશની ભાવનાને ધ્યાને રાખી સ્વયંભૂ આહીર સમાજે તેમની સાથે ઉભો રહેવાનું નક્કી કરેલ છે. ત્યારે આહીર સેના મોરબી જીલ્લા તેમજ આહીર સમાજ મોરબી દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
