મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા
હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા
SHARE









હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા
હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રહેતો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી અવાર નવાર પિતા પુત્રને બોલાચાલી ઝઘડો થતો હતો દરમિયાન પિતાએ તેના પુત્રને દોરીથી ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈની ફરિયાદ લઈને મૃતકના પિતા સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળના ભાગમાં રહેતા દિનેશભાઈ મગનભાઈ સોલંકી (42)એ હાલમાં તેના કાકા દેવજીભાઈ કરસનભાઈ સોલંકી (52) રહે. ચરાડવા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચરાડવા ગામે રહેતા તેઓના કાકાનો દીકરો મનોજભાઈ દેવજીભાઈ સોલંકી (25) કામ ધંધો કરતો ન હોવાથી મનોજને તેના પિતાની સાથે અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો અને ગઈકાલે ફરિયાદીના પિતરાઈ ભાઈને તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારે મનોજને દોરીથી આરોપી દેવજીભાઈ સોલંકીએ ગળાટૂંપો આપી દેતા તેનું મોત નિપજ્યું હતું જેથી પોલીસે હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતરાઇ ભાઈની ફરિયાદ લઈને મૃતકના પિતા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.
