મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: 10 બોટલ સાથે 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી


SHARE

















મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી

મોરબીમાં રહેતા વૃદ્ધ નવાડેલા રોડ ઉપરથી રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલ ચોક તરફ જઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં તેની સાથે બેઠેલ મહિલા અને પુરુષ દ્વારા ધક્કા મૂકી કરીને વૃદ્ધની નજર ચૂકીને તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા 18,000 રૂપિયાની ચોરી કરી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બ્લોક નંબર 80 માં રહેતા ભરતભાઈ હીરાભાઈ ડાભી (59)એ હાલમાં અજાણી સીએનજી રીક્ષાનો ચાલક તથા તેમાં બેઠેલ સ્ત્રી અને પુરુષ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવાડેલા રોડ ઉપરથી તેઓ સીએનજી રીક્ષામાં બેઠા હતા અને સિવિલ હોસ્પિટલ ચોક તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓની સાથે રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલ મહિલા અને પુરુષ દ્વારા રિક્ષામાં ધક્કામૂકી કરવામાં આવી હતી અને ફરિયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા 18,000 ની ચોરી કરી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News