મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP
SHARE









મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ગુનામાં મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે બંને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓને પકડવાના બાકી છે તેવું તપાસનીસ ડીવાયએસપીએ પત્રકારોને જણાવ્યુ છે.
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની ગત માર્ચ માહિનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાયેલ છે અને આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હતી જેથી ફરિયાદી મોરબી એસપીના તાબામાં આ ગુનાની તપાસ યોગ્ય રીતે થશે નહીં તેવી સરકારમાં રજૂઆત કરી હતી જેથી કરીને આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી જેથી કરીને ડીવાયએસપી આર.એસ. પટેલ તપાસ કરી રહ્યા હતા અને તેઓની ટીમે આ ગુનાના કામે હાલમાં હેતલબેન ભોરણિયા અને ભરતભાઇ દેગામાની ધરપકડ કરી હતી આ બંને આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે બંને આરોપીના તા. 8 સુધી એટ્લે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જેથી હવે આરોપીએ બોગસ ડૉક્યુમેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ મશીનરી અને અન્ય સાહિત્ય કબ્જે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેમજ બાકીના આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસના ચક્રોગતિમાન કરવામાં આવશે. અને આ ગુનામાં હજુ ઘણા આરોપીઓને પકડવાના બાકી છે તેવી માહિતી સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી અને જેમ જેમ આરોપીઓ સામેના પુરાવા આવતા જશે તેમ તેમ આરોપીઓને પકડવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, જમીનના મૂળ માલિકની જાણ બહાર અંદાજે 35 કરોડની કિંમતી જમીન હડપ કરી લેવા માટે આ કૌભાંડ કરવામાં આવ્યું હતું અને અને આમાં આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકા થાય તેવી શક્યતા છે.
