મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ
SHARE









મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ
સમગ્ર વિશ્વમાં વર્ષ-૨૫ ની ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા સહકારી સંસ્થાઓમાં સહકારી મંડળીઓ માટે સભાપદ ડ્રાઈવ તથા લોન મેળો યોજાયો હતો.મોરબી જિલ્લામાં જુલાઈ માસના પ્રથમ સપ્તાહ (૧ જુલાઈ થી ૫ જુલાઈ, ૨૦૨૫) દરમિયાન સહકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ ડો.બી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી., ઝોન ઓફીસ મોરબી, શ્રી મોરબી પીપલ્સ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., મોરબી અને શ્રી સહયોગ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., વાંકાનેર ખાતે લોન સભ્યપદ ડ્રાઈવ મેળો યોજાયો હતો. ધિરાણ પહોંચને વેગ આપવા અને સહકારી બેંકિંગ સેવાઓ વિશે જાગૃતિ લાવવા, સહકારી સંસ્થાઓ દ્વારા નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા, વંચિત સમુદાયો માટે ધિરાણની સરળ અને પારદર્શક સુલભતા સુનિશ્ચિત કરવા, સહકારી ધિરાણ સંસ્થાઓમાં વિશ્વાસ બનાવીને સહકારી ચળવળને મજબૂત બનાવવાતથા સામન્ય જનતામાં સહકારી સંસ્થાઓનીની પારદર્શિતા અને વિશ્વસનીયતામાં વધારો કરવાના ઉદ્દેશ સાથે આ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તથા સહકારી સંસ્થાઓના સભાસદોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
