મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE































ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબી નજીકના ગુટ્ટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતો યુવાન પોતાની બોલેરો ગાડી લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે સરાયા અને હીરાપર વચ્ચે સામેના ભાગમાંથી આવી રહેલ બોલેરો ગાડીના ચાલકે તેનું વાહન યુવાનની બોલેરોમાં અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને માથા તથા શરીરે ગંભીએ ઇજા થયેલ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલ હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વિનોદભાઈ ડાયાભાઈ ઓડિયા (57) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 વી 1850 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા તેના ભાઈ અનિરુદ્ધભાઈ ડાયાભાઈ ઓડીયા (40) પોતાની બોલેરો ગાડી નંબર જીજે 36 બી 6432 લઈને તેમાં માલ સામાન ભરીને જામનગર તરફ ગયા હતા અને ત્યાંથી ટંકારા થઈને તેઓ પરત આવતા હતા દરમિયાન ટંકારા બાજુથી જામનગર તરફ જતી બોલેરો ગાડીના ચાલકે ફરિયાદીના ભાઈની બોલેરો ગાડી સાથે વાહન અથડાવ્યું હતું જેથી સરાયા અને હીરાપર ગામની વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ અનિરુદ્ધભાઈને માથા, જમણા હાથ અને જમણા પગ તેમજ સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે. અને આ બનાવની બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે.












Latest News