મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા


SHARE













મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની નાની મોટી 63 બોટલો કબજે કરવામાં આવી છે અને બે મહિલા સહિત કુલ ત્રણ આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના જુદા જુદા ગુના નોંધીને આ આરોપીઓ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કયાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટીમાં રહેતા ભારતીબેન ગોહિલના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 44 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 49,400 નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને મહિલા આરોપી ભારતીબેન અમિતભાઈ ગોહિલ (31) રહે. શિવ પાર્ક સોસાયટી પીપળી ગામ મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં અબ્બાસભાઈની દુકાન પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 12 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 16,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મનસુખભાઈ ધનાભાઈ ચાવડા (25) રહે. ઇન્દિરાનગર અબ્બાસભાઈ ની દુકાન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી. આવી જ રીતે ઇન્દિરાનગર વિસ્તારમાં ભક્તિનગર સોસાયટીના નાકા પાસેથી પસાર થઈ રહેલ મહિલાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી દારૂની નાની 7 બોટલ મળી આવતા પોલીસે 3612 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મહિલા આરોપી કવિતાબેન ઉર્ફે કૈલાશબેન કિરણભાઈ ચાવડા (30) રહે. ઇન્દિરાનગર ભક્તિનગર શેરી નં-4 મોરબી વાળીની ધરપકડ કરવામાં આવી હતી અને તે બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News