માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ
SHARE









માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બે ની શોધખોળ
વાંકાનેર તાલુકાનાં ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસે આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાંથી ટ્રક ટ્રેલર ઊભું હતું ત્યારે એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં દારૂનો જથ્થો છુપાવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે દારૂની 816 બોટલો જેની કિંમત 8,97,600 અને અન્ય મુદામાલ મળીને કુલ 29,34,204 નો મુદામાલ કબ્જે કરીને હાલમાં ટ્રકના ડ્રાઈવર તથા ક્લીનરને પકડવામાં આવેલ છે અને વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માલ મંગાવનાર અને માલ સપ્લાઈ કરનાર સહિત કુલ ચાર શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાને ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, ટ્રક ટ્રેલર નંબર- આરજે 36 જીએ 9523 જે મોરબી-વાંકાનેર હાઇવે રોડ આવેલ ભાયાતી જાંબુડીયા ગામની સીમ ગામના પાટીયા નજીક આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉંડમાં પડેલ છે અને ત્યા બે ઇસમો હાજર છે જે ટ્રકમાં માટીની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જેથી કરીને એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને મળેલ હકીકત વાળું ટ્રક ટ્રેલર ત્યાં હતું જેને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી માટીની નીચેના ભાગમાંથી દારૂની બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 816 જેની કિંમત 8,97,600, ટ્રક ટ્રેલરની કિંમત 20 લાખ રૂપિયા અને અન્ય મુદામાલ મળી કુલ 29,34,204 નો મુદામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી ટ્રક ટ્રેલરનો ડ્રાઇવર રવીજીતસિંહ રૂપસિંગ રાવત અને અબ્દુલ શ્રવણસિંગ મેરાત રહે. બંને રહે. ઢોસલા ગામ થાણા સાંકેત નગર તાલુકો બ્યાવર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલનાર રાહુલસિંગ ઉર્ફે ડેની રાવત રહે. જવાજા જીલ્લો બ્યાવર રાજસ્થાન અને માલ મંગાવનાર ઉદયભાઈ જોરૂભાઈ કરપડા રહે. હાલ મોરબી હળવદ રોડ મહેંદ્રનગર વાળાના નામ સામે આવ્યા છે જેથી ચારેય શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીઆઇ વી.એન.પરમાર, પીએસઆઈ જે.પી.કણસાગરા અને એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડની ટીમે કરી હતી
