વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત


SHARE

















વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, દર વર્ષે પેન્શન મેળવનાર લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરવાની હોય છે.

શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે સહાય શાખા, ડાબી બાજુ, ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર કચેરી, વાંકાનેર ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે, ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પૈકી કોઈપણ એક તેમજ બેંક પાસબુક સાથે તા.ર૫/૦૭/૨૦૨૫ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા જણાવવામાં આવે છે. હયાતીની ખરાઈ ન થયેથી અત્રેથી પેન્શનનો લાભ મેળવતા લાભાર્થીનો પેન્શન બંધ કરવાની કાર્યવાહી નિયમોનુસાર હાથ ધરવામાં આવશે જેની જાણ થવા વાંકાનેર શહેરના પેન્શન મેળવતા તમામ લાભાર્થીઓએ નોંધ લેવા વાંકાનેર મામલતદારની યાદીમાં જણાવાયું છે.




Latest News