મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
SHARE









મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
સામાન્ય રીતે વર્તમાન સમયમાં બાળકો સ્કૂલે જતાં હોય છે ત્યારે ભારે ભરખમ દફ્તર તેના ખભા ઉપર જોવ મળે છે પરતું સરકારે બાળકોને એક દિવસ ભારે ભરખમ દફ્તરના ભાર અને શિક્ષણમાંથી મુક્તિ મળે અને વધારાની પ્રવૃતિમાં બાળકો ભાગે આટલું જ નહીં આગળ વધે તે માટે શનિવારે બેગલેસ ડે ની અમલવારી શરૂ કરેલ છે અને આજથી જ મોરબીની ઘણી સ્કૂલોમાં તેની અમલવારી શરૂ કરી દેવામાં આવેલ છે.
તાજેતરમાં જીસીઇઆરટીએ રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત સ્કૂલો માટે એક પરિપત્ર કર્યો છે જેમાં ધો. 1થી 8ના અભ્યાસ કરતાં બાળકોને એક દિવસ દફતરના ભારમાંથી મુકિત મળે તેવો આદેશ કર્યો છે ખાસ કરીને બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય તેમજ રમત ગમત, યોગ વિગેરેમાં તેની રુચિ વધે તેના માટે આ નિર્ણય લેવામાં આવેલ છે.
ત્યારે મોરબીના શનાળા રોડે આવલે ઓમ શાંતિ વિદ્યાલયની મુલાકત લેતા ત્યાંના સંચાલક ટી.ડી. પટેલે જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા ખૂબ જ સારો નિર્ણય કરવામાં આવેલ છે અને શનિવારે પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતાં બાળકોને સ્કૂલે દફ્તર વગર જ બોલાવવામાં આવ્યા હતા અને તેઓને સુર્ય નમસ્કાર, યોગા, કસરત, ગરબા વિગેરે જેમાં તેઓને મજા આવે તેવું એક્ટિવિટી કરવામાં આવી હતી.
તો મોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલના સંચાલક પ્રમોદસિંહ રાણાએ જણાવ્યુ હતું કે, વર્ષ 2015 થી તેઓની સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે અને ત્યારથી જ સ્કૂલમાં અભ્યાસ માટે આવતા જુદાજુદા ધોરણના બાળકો માટે અઠવાડિયામાં એક દિવસ બેગલેસ નક્કી કરવામાં આવે છે જો કે, સરકારે તાજેતરમાં જે નિર્ણય કર્યો છે તેને આવકાર્યો છે અને તેમણે જણાવ્યુ હતુ કે, બેગલેસ ડે ની ઉજવણી કરવાથી બાળકોને ચિત્ર, સંગીત, યોગા, જુદીજુદી મેદાનમાં રમવાની રમતો વગેરે રમાડવામાં આવે તો બાળકોને શરરિક અને માનસિક ખૂબ જ ફાયદો થશે.
અત્રે ઉલેખનીય છે કે, આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10 દિવસ દ્વારા બાળકોને નાનપણથી જ શારીરિક પ્રવૃત્તી, યોગ વિગેરે તરફ વાળવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ છે. જો કે, દરેક સ્કૂલમાં આ નિર્ણયની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે તો બાળકોને આગામી સમયમાં તેનો ખૂબ જ ફાયદો મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેમાં ખાસ કરીને બાળકો બહાર રમતી રમતોમાં જેમ વધુ ભાગ લેશે તેમ મેદસ્વીતા જેવી સમસ્યાઓ પણ દૂર થશે.
આનંદદાયી શનિવારમાં સામુહિકી માસ ડ્રીલ જેમ કે, કસરતો, યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન જેવી પ્રવૃત્તી કરવી તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક રમતો પ્રોજેક્ટસ, સંગીત તથા ગામના નજીકના સ્થળોની મુલાકાત જેવી પ્રવૃત્તી કરવા માટેની શાળાના સંચાલકોને લેખિત પરિપત્ર કરીને સૂચના આપવામાં આવેલ છે.
