મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ


SHARE













મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજા સામે જે ખોટી કાર્યવાહી કરવામાં આવેલ છે તેનો ક્ષત્રિય સમાજ સખત વિરોધ કરે છે અને તેઓની સામે કરવામાં આવેલ પાસાની કાર્યવાહી સરકાર રદ કરે તેવી માંગ કરવામાં આવેલ છે અને જો પાસાની કાર્યવાહી રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી કરણી સેનાએ ઉચ્ચારી છે.

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજા સામે યેનકેન પ્રકારે ખોટા કેસ ઊભા કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ રીઢા ગુન્હેગાર હોય તેવી રીતે તેઓની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે જે માત્રને માત્ર તેઓએ ભૂતકાળમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન કર્યું હતું તેનો બદલો લેવા માટે કાર્યવાહી કરી હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ સરકાર જો આ રીતે ક્ષત્રિય સમાજના આગેવાન અને સમાજને બાનમાં લેવાનો પ્રયત્ન કરશે તો તે કયારે પણ સહન કરવામાં આવશે નહી. કેમ ક, હાલમાં જે કાર્યવાહી પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ છે તે આગામી સમયમાં બીજા આગેવાન સામે પણ કરવામાં આવે તેવી શક્યતા છે. જેથી હાલમાં પી.ટી.જાડેજા એકલાં નથી તેઓની સાથે આખો સમાજ છે. એટલે હજુ પણ સરકાર આ પાસાની કાર્યવાહી રદ કરે તેવી માંગ કરેલ છે અને જો પાસા ની કાર્યવાહી રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી મોરબી કરણી સેના ટીમના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમાજણાવ્યું છે.




Latest News