મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ !
SHARE









વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ !
વાંકાનેરના ભેરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પાવર હાઉસ પાસે આવેલ હોટલ નજીક યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે 40 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જો કે, ભોગ બનેલ યુવાને અંદાજે એક વર્ષ પહેલા થયેલ વાહન ચોરીની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે.
વાંકાનેરના જાલી ગામે રહેતા જગદીશભાઈ મનસુખભાઈ અંદરપા (20)એ અજાણ્ય શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 12/7/2024 ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં તેણે ભેરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પાવર હાઉસ પાસે કનૈયા હોટલ નજીક પોતાનું બાઈક નંબર જીજે 36 કયું 4399 પાર્ક કરીને મૂક્યો હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 40,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાથી હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવેલ છે અત્રે ઉલ્લેખનીયા છે કે, અંદાજે એક વર્ષ પહેલા યુવાનના બાઈકની ચોરી થઈ હતી અને હવે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીનો ગુનો નોંધાયો છે જેથી બાઈક ચોરીનું ડિટેકશન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
એસિડ પી લેતા સારવારમાં
મોરબીમાં વીસીપરામાં રહેતા હાજીભાઈ ગફારભાઈ સામતાણી (28) નામના યુવાને સ્મશાન પાસે કોઈ કારણોસર એસીડ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
