મોરબીમાં ડબલ સવારી બાઇકને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
SHARE









મોરબીમાં ડબલ સવારી બાઇકને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
મોરબીના શક્તિ પ્લોટ શેરી નં.8 માંથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ઇકો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ઉપર જઈ રહેલા બંને યુવાનોને પગે અને શરીરને ઇજાઓ થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં નવા બસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટના મકાન નંબર 203 માં રહેતા અલ્પેશભાઈ હર્ષદભાઈ દોશી (37)એ હાલમાં ઇકો ગાડી નંબર જીજે 3 બી 713 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના શક્તિ પ્લોટ શેરી નં. 8 માંથી બાઇક નંબર જીજે 3 ઇએમ 738 લઈને ફરિયાઈ તથા તેના બાઈક ઉપર દિપેશભાઈ બંને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ઈકો ગાડીના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને ડાબા પગે ફેક્ચર તથા ટચલી આંગળીમાં અને શરીરે ઇજાઓ થયેલ છે તેમજ દીપેશભાઈને જમણા પગમાં અને શરીરે ઇજાઓ થયેલ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે અલ્પેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી પગપાળા જઈ રહેલા ગિરધરભાઈ વિશાભાઈ (55) નામના આધેડને અજાણી બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા બળવંતભાઈ લાલજીભાઈ ચાવડા (24) નામના યુવાનને ઘૂટું પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લાવ્યા હતા આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
