હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
SHARE









હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તેને સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,320 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં રહેતા ભરતભાઈ મજેઠીયાના રહેણાંક મકાન પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ માવજીભાઈ મજેઠીયા (42) રહે. નવી જોગડ, મહિપતભાઈ પુંજાભાઈ ઝિંઝવાડીયા (50) રહે. જૂની જોગડ, રમેશભાઈ બચુભાઈ મહાલીયા (50) રહે. ખોડ અને કિશોરભાઈ સોંડાભાઈ શંખેસરિયા (50) રહે. કીડી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,320 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં વૈભવ પરિસરમાં રહેતા નીતાબેન રમેશભાઈ પારસણીયા (54) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા આવી જ રીતે મોરબીમાં આવેલ ચિંચા કંદોઈની શેરીમાં રહેતા પ્રફુલભાઈ ગોકળદાસ ચેતા (58) નામના વૃદ્ધ ગ્રીનચોક પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં તેમને ઈજા થવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. અને આ બંને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
