પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું
SHARE









મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું
મોરબીમાં દર વર્ષે મહોરમ નિમિત્તે તાજિયાનું આયોજન થતું હોય છે અને મોરબીના નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન થાય છે તેવી જ રીતે આ વર્ષે પણ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ મળીને 11 જેટલા તાજીયા પડમાં આવ્યા હતા અને રવિવારની રાત્રે મોરબીના નગર દરવાજા ચોકમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને હજારો મુસ્લિમ બિરાદરોની હાજરીમાં તે તાજીયા ઠંડા થયા હતા
મોરબીના કાલિકા પ્લોટ, મચ્છી પીઠ, જોન્સનગર, વીસીપરા, મકરાણીવાસ વગેરે વિસ્તારોમાંથી દર વર્ષે મહોરમ નિમિત્તે 11 તાજીયા પડમાં આવતા હોય છે અને મોરબીના નગર દરવાજા ચોક ખાતે તે તાજિયા વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે કોમી એકતાના પ્રતીક સમાન હજરત ઈમામ હુસેન (શહીદે કરબલા)ની યાદમાં 1375 વર્ષથી સમગ્ર દેશની અંદર મોહરમ પર્વ નિમિત્તે તાજ્યના નીકળે છે તેવી જ રીતે પણ તાજિયા નીકળ્યા હતા અને મોરબીમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તાજીયા વિસર્જન પ્રોગ્રામનું મોરબીના નગર દરવાજા ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી શહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલરસીદમિયા હાજી મદનીમીયા બાપુ કાદરી તથા નાયબ શહેર ખતીબ સૈયદ હાજી સિકંદરમિયા હાજી મદનીમીયા બાપુ કાદરી હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી ભાજપના અગ્રણી જયંતીભાઈ પટેલ, જ્યોતિસિંહ જાડેજા, એલ.એમ.કંઝારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, સીમાબેન સોલંકી, આશીફ્ભઈ ઘાંચી વિગેરે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા
