મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા
SHARE









મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી યુવાને કરેલ આપઘાત કર્યો હતીઓ અને તેની ત્રણ પાનાની સુસાઇટ નોટ મળી હતી જેથી કરીને પોલીસે સુસાઇટ નોટની ખરાઈ કરાવીને કુલ મળીને 11 શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં વધુ ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે જે પૈકીનાં એક આરોપીને જેલ હવાલે કર્યો છે અને બે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ થોડા સમય પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 11 વ્યજખોરોની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન તેના ભાઇનું મોત નીપજયું હતું પોલીસે મૃતક પાસેથી ત્રણ પાનાની એક સુસાઇટ નોટ મળી હતી જેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પહેલા ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે ત્રણેય આરોપી હાલમાં જામીન મુક્ત થઈ ગયેલ છે તેવામાં આ ગુનામાં તપાસનીસ અધિકારી એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી પ્રશાંતભાઈ વાલજીભાઇ ચિખલિયા (35) બેલા (આ) વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. ત્યાર બાદ પોલીસે આ ગુનામાં ભગીરથસિંહ જનકસિંહ જાડેજા (36) રહે. શ્યામનગર નવલખી રોડ મોરબી અને હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (40) રહે. હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરી છે અને તે બંને આરોપીને આજે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.
