એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત
SHARE









મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત
મોરબીમાં મનપા દ્વારા માલધારીઓના ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવે છે અને માલધારીઓ પાસેથી 4 હજાર રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે જેથી કરીને માલધારી સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદન પત્ર આપીને માલઢોર પકડવાની અને દંડ લેવાની કામગીરી બંધ કરવાની તેમજ તેઓના વાડાઓને કાયદેસર કરી આપવાની માંગ કરેલ છે.
મોરબી માલધારી સમાજના આગેવાન રામજીભાઈ રબારીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં તેમજ આસપાસના ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી માલધારી સમાજના લોકો રહે છે અને પોતાના માલઢોર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, મનપા દ્વારા પશુપાલકને પશુ અંગે લાયસન્સ લેવું ફરજીયાત છે તેવું કહેવામા આવે છે અને લાયસન્સ ત્યારે જ મળે જયારે તે લોકો પાસે પોતાના માલઢોર રાખવા માટે મિલકત હોય. જો કે, માલધારી પાસે વર્ષોથી તેઓના માલઢોર રાખવા માટે વાડા હોય છે અને તે કાયદેસર કરવા માટે એક નહીં અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ સરકાર દ્વારા તેના માટેનો કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખરાબા તથા ગૌચરની જમીનમાં દબાણ કરવામાં આવેલ છે તે તમામ દબાનોને તાત્કાલીક દૂર કરવાની કાર્યવાહી કરીને માલધારીઓના માલઢોર ત્યાં રાખવા માટે જગ્યા આપવામાં આવે તેમજ માલધારીઓના ઢોર પકડવા માટેની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે છે અને માલધારી પાસેથી 4 હજાર રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે. જે બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને મોરબીમાં જે જગ્યાએ માલધારી સમાજના વાડાઓ આવેલ છે તે કાયદેસર કરી દેવાની માંગ કરેલ છે.
