ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ


SHARE

















મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ

મોરબીની પાંજરાપોળમાં 5,700 જેટલા અબોલ જીવનો નિભાવ આજની તારીખે કરવામાં આવે છે જો કે, ચોમાસા દરમ્યાન કોઈ અવ્યવસ્થા ન થાય તેના માટે આગામી બે મહિના સુધી કોઈ પશુ પાંજરાપોળમાં ન લેવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે જે અંગે જાણ સંસ્થાના ટ્રસ્ટી અને મોરબીના ધારાસભ્યએ વિડીયો મૂકીને લોકોને કરેલ છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકીને જણાવ્યું છે કે આજની તારીખે મોરબી પાંજરાપોળમાં 5,700 જેટલા અબોલ જીવનો નિભાવ થઈ રહ્યો છે. અને ચોમસાની સિઝનમાં ગૌવંશો માટે બે મહિનો ચાલે તેટલો ચારો હાલમાં છે પરંતુ વધુ વરસાદ પડે તો સમસ્યા સર્જાય તેવી શ્ક્યતા છે અને હાલમાં ટ્રસ્ટ પાસે પૂરતું ભંડોળ પણ છે પરંતુ વ્યવસ્થાના ભાગ રૂપે આગામી બે મહિના સુધી પશુ ન લેવા તેવો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે અને વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય તેવા પશુઓને ગૌ સેવકો લઈને આવશે તો તેના માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે.




Latest News