મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ
SHARE









મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ
મોરબી કલેક્ટર કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર તથા હેલ્પરો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, આંગણવાડી વર્કર તથા હેલ્પરો પાસેથી ઘણી વધારાની કામગીરી લેવામાં આવે છે. તેમજ સરકારની અનેક પ્રકારની મોબાઈલ એપ્લિકેશનથી કામ કરવાનું હોય છે જેથી મોડી માંજ સુધી કામગીરી કરવી પડે છે. અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પાસે હજારોની સંખ્યામાં નોકરીયાતો છે તો પણ આંગણવાડી વર્કરોને ચૂંટણી બીએલઓ તરીકેની કામગીરી સોંપવામાં આવે છે. ત્યારે એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ ફરજિયાત રીતે પોષણ આહાર આપવાનું, મોબાઈલ ડેટા એન્ટ્રી કરવી, પીએચઆર વિતરણ કરવાનું, સો ટકા કામગીરી કરવી વિગેરે માટે દબાણ કરે છે અને તેવામાં વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય જ નથી જેથી આ કામગીરી તેઓને ન સોંપવામાં આવે તેવી માંગ કરેલ છે.
