મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા


SHARE









ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા

તાજેતરમાં વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતનાં જુદાજુદા જિલ્લા અને તાલુકામાં રાજકીય પરીવર્તનના એંધાણ જોવા મળે છે તેવામાં વાંકાનેર તાલુકાનાં રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની આગેવાની હેઠળ સભા રાખવામા આવી હતી તેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ભાજપ અને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને  મોરબી જિલ્લાના વાંકાનેર વિધાનસભામાં આવતા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની આગેવાની હેઠળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપના આગેવાન રણછોડભાઈ થુલેટિયા, કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઈ ચૌહાણની સાથે રૂપાવટી ગામના ઉપસરપંચ ભાનુભાઈ સામંતભાઈ મેર, સુરેશભાઈ ગાંગડીયા, પરબતભાઇ હમીરભાઈ મેર, બાબુભાઇ કરમશીભાઈ ગાંગડીયા,વલ્લભભાઈ રામજીભાઈ મેર, ગેલાભાઈ રાજભાઈ બાવળિયા, વિજયભાઈ દેહાભાઈ  ડાભી, સન્નાભાઈ બાવળીયા, સવશીભાઈ ઝાલા, લાલજીભાઈ કાળાભાઈ, જેરામભાઈ વજાભાઈ ઝાલા, રસિકભાઈ ગાંગાણી, દેવાભાઈ દેવશીભાઈ ગાંગણી, નરશીભાઈ ગાંગડીયા, અરજનભાઈ ઝાલા (ચાલુ ગ્રામ પંચાયત સદસ્ય), સુખાભાઈ  ગાંગાણી  અને વકીલ ભૂતપભાઈ લુભાણી  તથા રૂપાવટી ગામના લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરીત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયાં છે ત્યારે રાજુભાઇ કરપડા, કરશનબાપુ ભાદરકા, સાગરભાઈ રબારી, સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, વાંકાનેર વિધાનસભા પ્રભારી પંકજભાઈ આદ્રોજા, વાંકાનેર તાલુકા પ્રમુખ અલીહજભાઈ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News