મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે


SHARE











મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે

બાગાયતદારોને વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ  કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના ખાતે રજૂ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવ્યુ છે.

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, ક્રોપ કવર, ફ્રુટ કવર, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ સહિતની યોજનાઓમાં લાભ લેવા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા તા. ૧૯/૦૭/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.






Latest News