મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત
હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
SHARE
હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
હળવદના સુંદરગઢ ગામે બાતમી આધારે જાહેરમાં રેડ કરી હતી ત્યારે બોલેરો પિકઅપ અને થાર ગાડીમાથી કુલ મળીને 500 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે એક લાખનો દેશી દારૂ તેમજ બે વાહન મળીને 15 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને વાહનોના ચાલક અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિ મુજબ હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વનરાજસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા અને સાગરભાઈ કુરિયાને મળેલ બાતમી આધારે હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક બોલેરો પીકઅપ તેમજ મહિન્દ્રા થાર ગાડીમાંથી કુલ મળીને 500 લીટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે એક લાખની કિંમતનો દારૂ તેમજ બે વાહન મળીને 15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોવાથી હાલમાં આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઇ ખાંભડીયા રહે. ગામ સુંદરગઢ તાલુકો હળવદ તથા અશ્વિન સાથેનો એક અજાણ્યો શખ્સ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.