મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વદેશી અભિયાન અન્વયે સશક્ત નારી મેળાનું આયોજનઃ પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા ઉદ્ઘાટન કરાશે   ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ ટ્રેનર રિફ્રેશર ટ્રેનિંગ યોજાઈ ભારે કરી: મોરબી જીલ્લામાં ખાનગી શાળાની માન્યતા ચેક કર્યા પછી સંતાનોને એડમિશન અપાવના જિલ્લા શિક્ષણાધિકારીનો વાલીઓને અનુરોધ ! ​​​​​​​મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 ઝડપાયા મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ઝાડા ઉલટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત મોરબી નજીક તળાવમાં ડૂબી રહેલા વ્યક્તિને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ


SHARE











ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા તાલુકા દ્વારા ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યકમમાં જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કચરોલા મંત્રી, નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી ઉપસ્થિત રહયા હતા

આ તકે સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ. એક કાર્યકર્તા તરીકે આપડી શું ભૂમિકા હોવી હોઈએ અને આપડે સમાજ અને રાષ્ટ્ર માટે શું કરી શકીએ? તેની સચોટ માહિતી રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ આપી, હતી અને ત્યાર બાદ ટંકારા તાલુકા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે, અને સદસ્યતા અભિયાન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું

ટંકારા તાલુકાની કારોબારીની નવી રચના કરવામાં આવી હતી જેમાં નવા અધ્યક્ષ તરીકે  રોહિતભાઈ ચીકાણી, મંત્રી તરીકે અભયભાઈ ઢેઢી, સંગઠન મંત્રી તરીકે સતિષભાઈ પટેલ,  સી.ઉપાધ્યક્ષ તરીકે વાત્સલ્યભાઈ મનીપરાની વરણી કરવાં આવેલ છે આવી રીતે ઉપાધ્યક્ષસહ સંગઠન મંત્રી, સહમંત્રી, કોષાધ્યક્ષ, પ્રચાર મંત્રી અને કાર્યાલય મંત્રીની વરણી કરવામાં આવી હતી. 






Latest News