હવે જો ચૂંટણી લડવામાં તમે (ગોપાલભાઈ) પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તૈયાર
SHARE








હવે જો ચૂંટણી લડવામાં તમે (ગોપાલભાઈ) પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તૈયાર
મોરબીના ધારાસભ્યએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે આવવાની ચેલેન્જ કરી હતી જેને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી હોવાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે બાદ મોરબીના ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી હતી કે, સોમવારે વિધાનસભાના અધ્યક્ષ પાસે હું મારૂ રાજીનામું લઈને જવાનો છું અને ત્યાં ગોપાલભાઈ પણ રાજીનામું લઈને આવી જાય. હવે જો ચૂંટણી લડવામાં તમે પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર છે.
મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં જુદાજુદા ત્રણ વિસ્તારમાં લોકોએ પ્રાથમિક સુવિધા માટે થઈને આંદોલન કર્યા હતા અને ત્યારે આમ આદમી પાર્ટીના લોકો પણ ત્યાં આવ્યા હતા. જો કે, તંત્ર દ્વારા જે વિસ્તારમાં કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યાં કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર અને કમિશનર સહિતના અધિકારીને લઈને ગયા હતા અને ત્યાર બાદ પત્રકારોને કામગીરી વિષેની માહિતી આપતા હતા ત્યારે પત્રકારોએ મોરબીમાં છેલ્લા દિવસોમાં થયેલા આંદોલનમાં લોકોને વારંવાર વિસાવદર વાળી થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી તે અંગેનો સવાલ પૂછાયો હતો જેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, ગોપાલભાઈ ચૂંટણી લડવા માટે આવી જાય હું રાજીનામું મૂકી દઈશ અને જો ગોપાલભાઈ ચૂંટણી જીતે તો હું તેને બે કરોડ રૂપિયા આપીશ આવી ખુલ્લી ચેલેન્જ આપી હતી જેને ઝીલીને ગોપાલભાઇ ઇટાલિયાએ પણ એક વિડીયો સોશ્યલ મીડિયામાં મૂક્યો હતો અને મોરબીના ધારાસભ્યની ચેલેન્જ તેઓએ સ્વીકારી છે તેવું કહ્યું હતું જેથી ગોપાલભાઈના વિડીયો સામે પ્રતિક્રિયા આપતા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, ચોમાસામાં લોકોના પ્રશ્નો હોય તે હું સ્વીકારું છું અને લોકોની માફી માંગુ છું જો કે, ગુજરાતમાં એક માત્ર વિસાવદરની બેઠક આવી ત્યાં તો આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે. અને લોકોને ઉશ્કેરવાના અને ભડકાવવાના ધંધા કરવામાં આવી રહ્યા છે જેથી હું આગામી સોમવારે 12 વાગ્યે રાજીનામુ મુકવા માટે વિધાનસભાના અધ્યક્ષ પાસે જઈશ અને ગોપાલભાઇ પણ ત્યાં પોતાનું રાજીનામુ મુકવા માટે આવી જાય. ત્યાર બાદ મોરબીમાં ચૂંટણી આવે એટ્લે બંને મોરબીમાં આપણે બંને ચૂંટણી લડીશું અને હું જીભાનનો પાકો છુ ૧૯૯૮ માં યાર્ડની જમીન માટે બોલે લો તે કરી બતાવ્યુ છે માટે હવે જો ચૂંટણી લડવામાં તમે પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર છે. હાલમાં ગોપાલભાઇના નામે ગુજરાતમાં ધમકી આપે, લોકોને ઉશકેરે વિગેરે જેવુ કામ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવાની જરૂર છે. અને મને ભાજપના સાનિષ્ઠ કાર્યક્રરો, મોરબીના વેપારીઓ અને ઉદ્યોગકારો ઉપર પૂરે પૂરો ભરોશો છે. જો કે, મોરબીની ચુંટણીમાં હું હરીશ તો ગોપાલભાઈને બે કરોડ રૂપિયા હું આપીશ. અને તેના માટે મારી પૂરેપુરી તૈયારી છે.
