હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા રાખીને વૃદ્ધને બે પાડોશીએ મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE



































મોરબીમાં તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા રાખીને વૃદ્ધને બે પાડોશીએ મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતા વૃદ્ધ સવારમાં નિત્યક્રમ મુજબ ચાલવા માટે જતા હતા ત્યારે પાડોશમાં રહેતા બે વ્યક્તિ દ્વારા વૃદ્ધ તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા રાખીને તેને ગાળો આપીને લાકડીઓ વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ બે શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતા રામજીભાઈ વશરામભાઈ આંબલીયા (75)એ હાલમાં ભલાભાઇ માલાભાઈ આંબલીયા અને કમલેશભાઈ ભલાભાઇ આંબલીયા રહે. બંને માળિયા વનાળીયા સોસાયટી સરકારી સ્કૂલની બાજુમાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે 6:00 વાગ્યાના અરસામાં ચાલવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓની પાડોશમાં રહેતા આરોપીઓ દ્વારા ફરિયાદી ઉપર પોતાના ઘરમાં તાંત્રિક વિધિ કરતાં હોવાની શંકા રાખીને તેઓને ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી મેઇન રોડ ઉપર વોંકળાના કાંટા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ ઝવેરભાઈ લખવાણી (30) રહે. વાવડી રોડ રાધા પાર્ક સોસાયટી હનુમાનજી મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.


















Latest News