મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં હોર્ન વગાડીને મહિલાઓને હેરાન કરનારાઓને ઠપકો દેવા ગયેલ યુવાન અને તેના પિતાને 6 શખ્સોએ મારમાર્યો


SHARE













મોરબીમાં હોર્ન વગાડીને મહિલાઓને હેરાન કરનારાઓને ઠપકો દેવા ગયેલ યુવાન અને તેના પિતાને 6 શખ્સોએ મારમાર્યો

મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા વૃદ્ધ પોતાના ઘર નજીક બેઠેલા હતા દરમિયાન તે વિસ્તારમાં રહેતા બે શખ્સો ત્યાં હાજર હતા અને વૃદ્ધની વહુઓ ત્યાંથી પસાર થતી હતી ત્યારે હોર્ન વગાડીને બે શખ્સો તેને હેરાન કરતા હતા જેથી વૃદ્ધનો દીકરો તેઓને સમજાવવા માટે ગયો હતો જે તેને સારું નથી લાગતા છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે વૃદ્ધને અંગુઠા અને આંગળીમાં છરી વડે ઇજા કરી હતી તેમજ વૃદ્ધ અને તેના દીકરાને વારાફરતી આવીને કુલ છ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા મોહનભાઈ ટપુભાઈ જારીયા (64)એ હાલમાં અરમાન જેરુભાઇ, શાહરૂખ હુશેનભાઇ, મહેફીઝ રહે. મૂળ ગોડલ, ભભુડો મમદભાઇ, રફીક હુશેન અને અફજલ સબીર રહે. બધા હાલ બોરિચાવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ ગઈકાલે સાંજના છેક વાગ્યાના અરસામાં પોતાના ઘર નજીક આવેલ સમસુદ્દીનના બંગલા પાસે બેઠા હતા ત્યારે ત્યાં અરમાન અને શાહરુખ ત્યાં હાજર હતા અને ફરિયાદીની વહુઓ ત્યાંથી પસાર થાય ત્યારે વોર્ડ વગાડીને હેરાન કરતા હતા જેથી ફરિયાદીનો દીકરો જીવણ તેઓને સમજાવવા માટે ગયો હતો જે તે બંનેને સારું લાગ્યું ન હતું અને અરમાને ફરિયાદી અને તેના દીકરા ઉપર હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને ડાબા હાથના અંગૂઠા અને આંગળી વચ્ચે છરી વડે ઇજા કરવામાં આવી હતી તેમજ શાહરૂખ હુશેનભાઇ નામના શખ્સે ફરિયાદી તથા તેના દીકરાને મૂઢમાર માર્યો હતો અને ત્યારબાદ મહેફિ અનેભૂડો ત્યાં આવ્યા હતા અને બાદમાં રફીક હુસેન અને અફઝલ સબીર ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ અને તેના દીકરાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે.




Latest News