મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી
SHARE








મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હંમેશા સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, તથા રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવાતા હોય છે.તેવી જ રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી હતી.આ પર્વ નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ નવયુગના પૂર્વ વિદ્યાર્થી તથા સાહિત્યકાર રાજુભાઈ આહીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તેઓ પી.ડી.કાંજીયાના શિષ્ય છે.તેમને વિધાર્થીઓને સાહિત્ય રસ, હાસ્યરસ તેમજ ગુરૂરસથી તરબોર કર્યા હતા.આમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા અને તમામ વિભાગના વડાની હાજરીમાં આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
